મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન


SHARE







મોરબી: ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન

ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશનમા પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે કોલેજે રૂબરૂ  જઈને ફોર્મ ભરવાનુ બીચારા વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમા દોડી દોડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે ?? એમાયે ખાનગી કોલેજ વાળાએ તો જાહેરાત આવ્યા પહેલા  લાગતા વળગતાને એડમીશન આપી દિધા છે. અને હવે કોઈના ફોર્મ જ સ્વિકારતા નથી.

સરકારી, ગ્રાન્ટેડ કોલેજમા ફોર્મ તો સ્વિકારે છે. પરંતુ એડમીશન માટે વેઈટીંગ ઉપર વેઈટીંગ રાઉન્ડ બહાર પડશે અને પારદર્શકતા કે મેરીટની જરાય ગેરન્ટી નથી. સરવાળે ત્યા પણ લાગતા વળગતા ગોઠવાઈ જશે અને એક ગરીબ, મધ્યમવર્ગનો વાલી પોતાના દિકરી/દિકરાને શિક્ષક બનાવવાનો વિચાર કરતો રહિ જશે.ખેડૂતને એક ખાતર કે બીયારણ લેવા માટે પણ ઓનલાઈન કરાવતી સરકાર શું આવડી મહત્વની ભાવી શિક્ષક બનવાની એડમીશન પ્રોસેસ ઓનલાઈન કે પારદર્શક નથી કરી શકતી ?વાલીઓ અને તેના બાળકો. બિચારા આવા ધોમ તડકાના બસ, રીક્ષા કે લોકલ વાહનો બેસીને પછડાતા, ઠોકરો ખાતા 150-200 કી.મી. કાપી ફોર્મ ભરવા કોલેજે જાય ત્યા કોલેજવાળા તો અમારો કવોટા પુરો થય ગયો,હવે જગ્યા નથી આવુ ખુમારીથી કહી દે છે. આવી સંસ્થાઓમાથી બનનારા ભાવિ શિક્ષકો કેવા હશે ?

એક કરતા વધુ કોલેજમા ફોર્મ ભરવાની છુટ તો આપી પણ તંત્રને એ વિચાર ન આવ્યો કે 10 દિવસમા વાલી રખડી રખડીને કેટલી કોલેજમા ફોર્મ ભરી શકે ???  પ્રવેશ માટે વિદ્યાર્થીઓના અતિશય ધસારા વચ્ચે રોજનુ એક કોલેજમા માંડ માંડ ફોર્મ ભરી શકાય. પોતાના બાળકને એડમીશન માટે વધુમા વધુ કોલેજમા ફોર્મ ભરવા વાલીઓ બીચારા બેબાકળા બન્યા છે. પણ આ વાલીઓ પાસે કયા ફોર વ્હિલ છે કે મોંઘા ટીકીટભાડા ખર્ચવાની સગવડ છે ?? બીચારા સસ્તા ભાડામા એકાદ કોલેજમા માંડ ફોર્મ ભરી થાકીને સુઈ જાય છે. સવારે પાછા ઉઠીને બીજી કોલેજની બસ પકડવાની.એ.સી. ઓફીસોમા બેસીને આવા તઘલખી નિર્ણયો લેતા અધીકારીઓને એક દિવસ એક કોલેજમા આ રીતે 4-5 વાહનો બદલી (એમા લોકલ બસ, ખટારો અને રીક્ષા પણ આવી જાય)  ફોર્મ ભરવા જાય તો ખબર પડે કે કેટલુ અઘરુ છે. આ બધુ ગેરરીતી રોકવાનો એક જ ઉપાય છે જુની સેન્ટ્રલાઈઝ એડમીશન પ્રોસેસ નહિતર ગરીબ વાલીઓ પીસાતા રહેશે અને લાગવગથી પીટીસી કરી ભાવી શિક્ષકો બનતા રહેશે. એવું PTC એડમીશનથી તદન કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જણાવ્યું છે.






Latest News