મોરબીમાં યુવાને 11 મી વખત રક્તદાન કરીને જન્મદિવસની કરી ઉજવણી
હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
SHARE









હળવદના સાપકડા ગામ નજીકથી ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હિટાચી-ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદના સાપકડા ગામ નજીક ખનીજ ચોરી થતી હતી ત્યાં ફ્લાઈગ સ્ક્વોડની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિટાચી અને ડમ્પર સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં રાજકોટ ફલાઈગ સ્કોવડની ટીમે રેડ કરી હતી ત્યારે સાપકડા ગામ નજીક મોરમનુ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી 70 લાખનું હિટાચી અને 60 લાખનું ડમ્પર આમ કુલ મળીને એક કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પુછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું જેથી બંને વાહનને કબ્જે કરીને બંને વાહનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

