મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં 12 જૂને મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ
SHARE







મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં 12 જૂને મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ
મોરબીના શનાળા રોડે આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં આગામી 12 જુનના રોજ સાંજે 4થી 7 દરમિયાન મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડો. ધીરેન શાહ, ડો.ભાવેશ પારેખ અને ડો.અજયસિંહ દેવડા હાજર રહેશે અને દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરશે.
અત્રે ઉલેખનીય છે કે, આ કેમ્પમાં 59 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને 17,000 થી વધુ હાર્ટ સર્જરી કરનાર, સુવિખ્યાત હાર્ટ સર્જન ડૉ. ધીરેન શાહ ખાસ હાજર રહેવાના છે અને હાર્ટને લગતા રોગનું નિદાન કરીને દર્દીઓની સારવાર કરશે. તે ઉપરાંત મૂળ મોરબીના વતની પત્રકાર સ્વ. ભૂપતભાઈ પારેખના પુત્ર અને જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. ભાવેશ પારેખ અને જૉઈન્ટ રિપ્લેસમેન્ટ અને અતિ આધુનિક રોબોટીક સર્જરીના ઓર્થોપેડિક સર્જન ડૉ. અજયસિંહ દેવડા પણ કેમ્પમાં સેવા આપશે. જેથી આ કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવો અને કેમ્પની વધુ વિગત માટે મો.નં. 82380 95715 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે.
