મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ માટે સીઆઇડી ક્રાઇમની ટીમ શહેરમાં: આરોપીઓની ધરપકડના ભણકારા


SHARE













મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ માટે સીઆઇડી ક્રાઇમની ટીમ શહેરમાં: આરોપીઓની ધરપકડના ભણકારા

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 ની ખેડૂતની માલિકીની જમીનને બહાર બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બારોબાર વેચી નાખવામાં આવી હતી જે ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમની ટીમે સોંપવામાં આવેલ છે અને આ કૌભાંડની ખેડૂત દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે તપાસ હાલમાં સીઆઇડી ક્રાઈમના આધિકારી કરી રહ્યા છે તેવામાં છેલ્લા ત્રણ દિવસથી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીની ટિમ મોરબી શહેરમાં છે અને ઝીણવટભરી તપાસ ચાલી રહી છે ત્યારે હવે આ ચકચારી ગુનામાં પણ આરોપીઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

મોરબીમાં વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીન બેચર ડુંગર નકુમની માલિકીની છે અને તેનો કબજો આજની તારીખે પણ તેના પરિવારજનો પાસે છે તે જમીને બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને આ જમીનમાં શાંતાબેન પરમાર નામની મહિલાની વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હતી જે અંગેની મૂળ માલિકને જાણ થતા તેમણે મોરબીથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી હતી. ત્યાર બાદ ઉપરથી રેલો આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા પાસેથી જમીન વેચાણ લેનાર તરઘરી ગામના સરપંચ સાગર આંબારામ ફૂલતરિયા સામે તાત્કાલિક ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

જો કે, માર્ચ માહિનામાં નોંધવામાં આવેલ ગુનાની તપાસમાં મજબૂત પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા હતી તેવામાં મોરબીના ડીવાયએસપી પાસેથી તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી જેથી હજુ સુધીમાં આ ચકચારી કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી પરંતુ મળતી માહિતી મુજબ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીની સૂચના મુજબ આ કેસની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમના પીઆઇ સહિતની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી સીઆઇડી ક્રાઇમની ટીમના મોરબીમાં ધામા છે અને અગાઉ જેટલા પુરાવા સામે આવ્યા હતા તેને ધ્યાને રાખીને તેમજ બીજી દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવેલ છે

ઉલેખનીય છે કે, ફરિયાદમાં જે મહિલા શાંતાબેન પરમાર અને સાગર આંબારામભાઇ ફૂલતરિયાના નામ છે તે બંને આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. તેમજ ભોગ બનેલા ખેડૂતે આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારી સહિતના 17 શખસોના નામ જોગ જે વિશેષ નિવેદન આપ્યું હતું તેને પણ સીઆઇડી ક્રાઇમના અધિકારી ધ્યાને છે અને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કેમ કે, મોરબીના પ્રાંત અધિકારી દ્વારા પોતાની સત્તાથી ઉપર જઈને જે વારસાઈ નોંધને પ્રમાણિત કરવામાં આવી હતી તે વારસાઈ નોંધને કલેકટરે હુકમ કરીને રદ કરી નાખેલ છે જો કે, જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ખરેખર કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.




Latest News