મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં અરજીના નિકાલ માટે માંગેલી લાંચ પૈકીના 1.30 લાખ સ્વીકારતા હેડ કોન્સ્ટબલ રંગે હાથે ઝડપાયો, PSI ની પુછપરછ ચાલુ


SHARE









મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સેટબલ એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હોય હાલમાં એસીબીની ટીમ દ્વારા તેની ધરપકડ કરી લાંચમાં સ્વીકારવામાં આવેલ રકમ કબ્જે લેવામાં આવી છે તથા એક પીએસઆઇને પણ પૂછપરછ માટે એસીબીની ઓફિસ ખાતે લઈ આવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

મોરબીમાં સરકારી કચેરીઓમાં લાંચ દેવી અને લેવી તે સામાન્ય બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હિતેશભાઈ મકવાણા 1.30 લાખ રૂપિયાની લંચ સ્વીકારતા હાલમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેથી કરીને એસીબીની ટીમ દ્વારા તેને મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે તેની સાથોસાથ એક પીએસઆઇ એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે એસીબી ઓફિસે લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં મળતી વિગત પ્રમાણે અરજદાર પાસેથી અરજીના નિકાલના કામે 2.30 લાખ રૂપિયા ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને અગાઉ 1 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા જોકે બાકીના 1.30 લાખ રૂપિયા સ્વીકારતા હેડ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે જેથી કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.




Latest News