ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ


SHARE













માળીયા (મી)ના વેજલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં ત્યાં કચરો ન ફેંકવા તથા પ્રાકૃતિક ખેતી તરફ વળવા જેવા પર્યાવરણ રક્ષણના ઉપાયોની અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, વેજલપરના તલાટી મંત્રી હિરેન અઘારા, વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચ.ઓ. ટ્વિંકલબેન કણસાગરા, એફ.એચ.ડબલ્યુ. ધરતીબેન માવદીયા, આશાવર્કર અનિતાબેન ચાવડા, ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ સરપંચ ગણેશભાઈ કૈલા, આગેવાન અર્જુનભાઈ કૈલા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News