મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે તો વિડીયો કે નિવેદન નહીં રસ્તા રોકો આંદોલન: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ


SHARE













મોરબી જીલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે તો વિડીયો કે નિવેદન નહીં રસ્તા રોકો આંદોલન: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

મોરબી જિલ્લામાં ખેડૂતોને હજુ સુધી ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે સિંચાઈનું પાણી મળ્યું નથી જેથી કરીને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેથી મોરબીના ધારાસભ્યએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ગુરુવારે રાત સુધીમાં પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ત્યાર બાદ જિલ્લા ભાજપ પ્રમુખે ધારાસભ્યએ મૂકેલા વિડીયો સામે આકરી પ્રતિક્રિયા આપી હતી જેથી સિંચાઇના પાણી માટે મોરબીમાં ભાજપ કોંગ્રેસ આમને સામને હોય તેવો ઘાટ સર્જાયો છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું ન હોવાથી રસ્તા રોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ ગણતરીની કલાકોમાં મોરબીના ધારાસભ્યનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં આવેલ હતો જેથી કિશોરભાઇ ચિખલિયાએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, પાણી આવ્યા પહેલા પાળ બાંધવીતે કોઈ મોરબીના ધારાસભ્ય પાસેથી શીખે, એ પણ એક વિડીયો બનાવીને, વિડીયો બનાવે એ તો ઠીક પણ ખેડુતોને બનાવે છે” છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય અને તમારી સરકાર તો પણ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી

છેલ્લા ચાર મહિનાથી કેનાલ રીપેરીંગના નામે બંધ કરેલ છે અને હાલમાં ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલમાંથી પાણી મળી રહ્યું નથી. અને હાલમાં ખેડૂતોને આગોતરૂ વાવેતર કરવા પાણી મળતું નથી અને શિયાળું વાવેતર સમયે પણ ખેડુતો પાણી માટે મુશ્કેલીનો સામનો કરે છે. ત્યારે મોરબીના ધારાસભ્યને ખબર હોવી જોઈએ કે ખેડુતોને ખરે ખર પાણીની કયારે જરૂર હોય છે અને કયારે પાણી આપવું જોઈએ તેવી ટકોર જિલ્લા કોંગ્રેના પ્રમુખ કરેલ છે. અને વારંવાર અધિકારીને અને કોન્ટ્રાકટરને ધારાસભ્ય ધમકાવતાં હોય તેવા વિડીયો આવે છે પરંતુ પાણી આવતું નથી. અત્રે ઉલેખનીય છેકે, ઢાંકીથી મોરબી જિલ્લાથી 150 કિલોમીટર દૂર છે અને ત્યાંથી પાણી છોડવામાં આવે તે પાણી ખેડુતોને ખરેખર કયારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.

વધુમાં કિશોરભાઇ ચિખલિયાએ કહ્યું હતું કે, માળીયા બ્રાન્ચ કેનાલમાં અને મચ્છુ ડેમ-2 નીચે આવતા કમાનમાં સિંચાઇ માટેનું પાણી આવતા પણ હજુ ઘણો સમય લાગશે અને ખેડુતોની હાલત હાલ અતિદયનીય છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલનની ચિમકી આપતા ધારાસભ્યને ખબર પડી કે કોંગ્રેસ સાચા અર્થમાં ખેડુતોને પડખે છે. જેથી ધારાસભ્યખેડુતો માટેની હમદર્દી ઉભી કરવા માટે વિડીયો બનાવે છે. બીજી બાજુ ધારાસભ્ય ખેડુતોને ગુંડા, પાણીચોર અને માથાભારે કહે છે. કોઈ ખેડુતોને પાણી ચોરી કરવાનો શોખ નથી સરકાર અને અધિકારીઓએ સમયસર પાણી આપતા નથી જેથી ખેડુતોને પાણી મળતું નથી અને આગોતરા આયોજન નિષ્ફળ નિવડી છે. જેથી ખેડુતોના હકક માટે કોંગ્રેસ લડાઈ લડશે. હર હંમેશ ખેડુતોની સાથે રહેશે. હવે ખેડુતોને પોતાના હકકનું પાણી નહીં મળે તો રસ્તા રોકો આંદોલન થઈને જ રહેશે.






Latest News