મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ-પ્રતિભાઓનું કર્યું સન્માન


SHARE







મોરબીમાં વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ-પ્રતિભાઓનું કર્યું સન્માન

મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સામાકાંઠે આવેલ રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે ગત રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાઓ અને રમતવીરોને બિરદાવવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં મોરબી, થાન, રાજકોટ, વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વરિયા પ્રજાપતિ સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ  વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની યંગ ટિમ કે જેને શિક્ષણ ક્ષેત્રે  પરિવર્તન લાવ્યું છે સાથે મહિલ વિંગ કે જેને વિવિધ પ્રવૃતિ સાથે મહિલા ઉત્થાનનું કામ કર્યું છે. બન્ને સંગઠનના સભ્યોની વિશેષ હાજરી રહી હતી. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.  ધો.1થી કોલેજ સુધી સારા માર્ક સાથે ઉત્તીર્ણ થનાર 54 વિદ્યાર્થીઓ તેમજ સીએ, નોટરી, ડોકટર થયેલા 5 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રમતગમત ક્ષેત્રે નંબર પ્રાપ્ત કરેલ 19 રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં બાળકોએ રાસ - ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. ઉપરાંત 70થી વધુ બાળકોએ ઓપરેશન સિંદૂર ઉપર કૃતિ રજૂ કરી હતી. જેમાં પહેલગામ એટેક અને સેનાએ લીધેલા બદલાની ગાથા નાટક રૂપે વર્ણવી હતી. આ કાર્યક્રમમાં ધો.10 અને 12માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ઉપર પુષ્પવર્ષા કરી શંખનાદ અને ઢોલ સાથે શાહી સન્માન કરવાના આવ્યું હતું. સમાજની પ્રથમ મહિલા સીએ હેતલ સાણજાનું પણ શાહી બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં શિક્ષણ સમિતિ દ્વારા સુદામા સન્માન યોજના કાર્યરત છે. વર્ષ 2024માં જે વિદ્યાર્થી ફી ન ભરી શકે તેવા 5 વિદ્યાર્થીની રૂ.87 હજાર જેટલી ફી આ યોજના થકી ભરવામાં આવી હતી. વર્ષ 2025 માટે આ યોજનામાં દાતાઓએ ઉદારહાથે ફાળો આપ્યો હતો. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.






Latest News