આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાંથી દારૂની 192 બોટલો-64 બિયરના ટીન સાથે આરોપીની ધરપકડ


SHARE















હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાંથી દારૂની 192 બોટલો-64 બિયરના ટીન સાથે આરોપીની ધરપકડ

હળવદના કેદારીયા ગામની પાછળના ભાગમાં આરોપીની વાડીએ મકાનની બાજુમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી ફૂલ મળીને 192 બોટલો તેમજ 64 બિયરના ટી મળી આવ્યા હતા જેથી પોલીસને 45,280 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા શ્રવણ જયંતિભાઈ ઝીંઝવાડીયાની વાડીએ રહેણાંક મકાનની બાજુમાં દારૂનો જથ્થો હોવાથી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુળ મળીને 192 બોટલો અને 64 બિયરના ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 45,280 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શ્રવણ જયંતિભાઈ ઝીંઝવાડીયા (27) રહે કેદારીયા ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના રવાપર રોડ ઉપર ગોકુલધામ સોસાયટી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દિનેશભાઈ નાનાલાલ ચોગ (72) રહે. રવાપર રોડ ગોકુલધામ સોસાયટી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News