મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા નજીક બ્રિજ ઉપરથી નીચે પડતું મૂકનાર મહિલાનું મોત


SHARE









ટંકારા નજીક બ્રિજ ઉપરથી નીચે પડતું મૂકનાર મહિલાનું મોત

ટંકારા નજીક આવેલ બ્રિજ ઉપરથી મહિલાએ નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (50) નામના આધેડ મહિલાએ ટંકારા પાસે આવેલ બ્રિજ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીને ઇજા

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતી પૂજાબા ઘનશ્યામસિંહ ચુડાસમા (7) નામની બાળકી બાઈકમાં બેસીને જઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઢુવા પાસે પેટ્રોલ પંપ નજીક બાઈક સ્લીપ થયું હતું જેથી તે બાળકીને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News