મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સોંપવામાં આવી મોટી જવાબદારી


SHARE









મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સોંપવામાં આવી મોટી જવાબદારી

ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતની કડી અને વિસાવદર બે બેઠકો માટે ભાજપના આગેવાનોને વિશેષ જવાબદારીઓ પક્ષ તરફથી આપવામાં આવી રહી છે તેવા ભાગરૂપે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવેલ છે.

હાલમાં વિધાનસભાની બે બેઠક માટેની ચૂંટણી છે તેમાં ગુજરાતનાં લોકોની નજર વિસાવદર -૮૭ બેઠક ઉપર છે કેમ કે, આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીના આગેવાનોને વિવિધ જવાબદારી આપીને હાલમાં વિસાવદર મત વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને વિસાવદર બેઠકમાં આવતી મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવેલ છે ત્યારે ભાજપને જંગી બહુમતી સાથે આ બેઠક ઉપરથી વિજય મળે તેના માટે સાગરભાઈ સદાતીયાએ તેઓને સોંપવામાં આવેલ જવાબદારીને સાંભળી લઈને હાલમાં ભાજપના પ્રચાર માટેનું સ્થાનિક આગેવાનો સાથે પ્લાનિગ કરી લીધેલ છે અને સરકારના વધુમાં વધુ કામથી લોકોને વાકેફ કરવા માટે તેઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.




Latest News