ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ યોજાશે


SHARE













મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ યોજાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકારશ્રી દ્વારા રકમ રૂ.૧,૫૦,૦૦૦ અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ.૨,૫૦,૦૦૦ એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦ ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે.

જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું. અર્ધ કાચું. જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩ (ત્રણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર તા.૧૦-૬-૨૫ થી તા.૧૩-૬-૨૫ સુધી કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ કેમ્પ ભડિયાદ ગ્રામ પંચાયત તા 10 ના રોજ સમય બપોરે 12:00 થી 4:00, લાઇન્સનગર (ગોકુલનાગર) પ્રાથમિક શાળા તા 11 ના રોજ બપોરે 12:00 થી 4:00, દિપ્તી આરોગ્ય કેન્દ્ર ફૂલછાબ કોલોની તા 12 બપોરે 2:30 થી 5:00 અને જનકલ્યાણેશ્વર મહાદેવ ઉમા ટાઉનશિપ પાસે તા 13 ના રોજ સમય બપોરે 12:00 થી 4:00 કલાકે યોજાશે.






Latest News