મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











હળવદમાં અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ઢીકાપાટુનો મારમાર્યો

હળવદમાં રહેતા યુવાનના પિતા સાથે અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને રસ્તામાં રોકીને ગાળો આપવામાં આવી હતી તથા લોખંડના પાઇપ તથા ઢીકાપાટુ વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (35)એ હાલમાં જયેશભાઈ કાળુભાઈ પરમાર, મોહિત પરમાર અને અમન પરમાર રહે. ત્રણેય બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતાને અગાઉ તેના ભાઈ સાથે માથાકૂટ થયેલ હતી જે બાબતનું મનદુખ રાખીને ફરિયાદી જ્યારે સખી ફ્લોર મિલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે જયેશભાઈ કાળુભાઈ પરમારે બોલાચાલી અને જપાજપી કરી હતી અને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં મારમાર્યો હતો તથા મોહિત અને અમને ગાળો આપીને મારમારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતો અજય આંબાભાઈ નકુમ (25) નામનો યુવાન નવલખી રોડ ઉપર પરશુરામ ધામ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પીધી

મોરબીના લીલાપર ગામે રહેતા પ્રશાંત ખીમજીભાઈ ડાભી (21) નામનો યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને ઇજા થતાં સારવારમાં

મોરબીના ગાળા ગામ પાસે કે.ડી. માઇક્રોન ખાતે રહેતા અને કામ કરતા જયપ્રકાશ રામઅવધ મિશ્રા (52) નામના આધેડને કામગીરી દરમિયાન લોખંડની પ્લેટ વાગી જવાના કારણે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News