આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ


SHARE















મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો: બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતો યુવાન નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને બે શખ્સો દ્વારા તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો અને માર માર્યો હતો તેમજ એક શખ્સે યુવાનને વાંસાના ભાગે છરીનો એક ઘા ઝીકિ દીધો હતો જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને બે શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કુલીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિશ્વાસભાઈ કાનજીભાઈ પાટડીયા (31)એ હાલમાં અમિતભાઈ દિલીપભાઈ સારલા રહે. યમુના નગર શેરી નં-3 મોરબી તથા અસરફખાન હફીજઉલ્લા પઠાણ રહે. સિપાઈવાસ નગર દરવાજા પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી અમિત સારલા અગાઉ કોપર વાયરની ચોરીમાં પકડાયેલ હતો જેની બાતમી ફરિયાદીએ આપેલ છે તેવી શંકા રાખીને તેને નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે રોકવામાં આવેલ હતો અને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને માર માર્યો હતો તેમજ ગાળો આપી હતી ત્યારે અસરફખાન પઠાણે તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને માથા અને પગમાં માર મારીને ઇજા કરી હતી અને અમિત સારલાએ છરી વડે ફરિયાદીને વાંસામાં ડાબી બાજુએ છરીનો એક ઘા ઝીકિ દીધો હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગારની બે રેડ

મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન પાસે તિરૂપતિ કારખાના સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સલીમભાઈ જુમાભાઇ મેર (38) રહે. વિજયનગર સુમરા સોસાયટી મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવતા પોલીસે તેની પાસેથી 520 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીના ધરમપુરથી ટિંબડી જવાના રસ્તા ઉપર જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી સાદીકભાઇ હુસેનભાઇ ભટ્ટી (42) રહે. વિજયનગર સોસાયટી વીસીપરા મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી તેની પાસેથી 460 ની રોકડ કબજે કરી હતી અને બંને જુગારના કેસ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News