મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર, મોરબી અને હળવદમાં જુગારની ત્રણ રેડ, 61 બોટલ દારૂ સહિત કુલ 1.81 લાખનો મુદામાલ કબ્જે: 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE













વાંકાનેર, મોરબી અને હળવદમાં જુગારની ત્રણ રેડ, 61 બોટલ દારૂ સહિત કુલ 1.81 લાખનો મુદામાલ કબ્જે: 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

વાંકાનેર શહેરમાં રહેણાક મકનમાં, હળવદની જુના દેવળીયા ચોકડી પાસે અને માધાપર શાક માર્કેટ પાસે વિદેશી દારૂની ત્રણ રેડ કરી હતી જેમાં કુલ મળીને 61 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને અન્ય મુદામાલ મળીને 1.81 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં ચાર શખ્સોને પકડવામાં આવેલ છે જો કે, મોરબીમાં એક્ટિવા છોડીને નાસી ગયેલા શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છુ માતાના મંદિર પાસે રહેતા સાવનભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 23 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 13,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાવનભાઈ ધીરુભાઈ ઝાલા (20) રહે. મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છુ માતાના મંદિર પાસે વાંકાનેર, સુરજભાઈ શામજીભાઈ સોલંકી (29) રહે. આસ્થા ગ્રીન સોસાયટી વાંકાનેર તથા તુલસીભાઈ પરસોતમભાઈ સોલંકી (20) રહે. નવાપરા ઈંટોના ભઠ્ઠા પાસે વાંકાનેર વાળા મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે આ શખ્સોની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

32 બોટલ દારૂ ભરેલ રિક્ષા ઝડપાઇ

અમદાવાદ કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ જુના દેવળીયા ચોકડી નજીક કિસ્મત હોટલ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે 13 એવી 8886 ને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની 32 બોટલો મળી આવી હતી જેથી 16,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી રામજીભાઈ ઉર્ફે રામો ધીરુભાઈ દેગામા (23) રહે. વીસીપરા વાડી વિસ્તાર મોરબી મૂળ રહે. કંકાવટી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

6 બોટલ દારૂ ઝડપાયોઆરોપી ફરાર

મોરબીમાં માધાપર શાક માર્કેટ પાસેથી એક્ટિવા નંબર જીજે 36 એક્યુ 7089 લઈને પસાર થયેલ શખ્સને રોકવા માટે પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે એકટીવા ચાલાક પોતાનું એકટીવા રોડ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી પોલીસે એકટીવાને ચેક કર્યું હતું ત્યારે તેમાંથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે 2,100 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 50,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 52,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એકટીવા નંબર જીજે 36 એક્યુ 70 89 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News