અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત


SHARE

















મોરબીમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે લાલપર ગામની સીમમાં આવેલા કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો અને મૂળ રાજસ્થાનનો મજુર યુવાન રેલ્વે ટ્રેક નજીક કુદરતી હાજતે ગયો હતો.દરમિયાનમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં સરનામ રણવીરસિંગ ગુર્જર (ઉંમર ૨૪) હાલ રહે. કોરલ ગ્રેનાઇટોના લેબર કવાટરમાં મૂળ રહે.ફાગતેપુર ચિરાથાના ચાંગઈ જી.ધોલપુર રાજસ્થાન વાળાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેની સાથે રહેતો ભોલુ રામભરોસી ગુર્જર (ઉંમર ૨૬) રહે.હાલ કોરલ ગ્રેનાઈટોના લેબર કવાટરમાં મોરબી મૂળ રહે.ગુર્જર મહોલ્લા નકશોદા તાલુકો બાડી જીલ્લો ધોલપુર રાજસ્થાન વાળો લાલપર ગામની સીમમાં આવેલા કોરલ ગ્રેનાઇટો ખાતે રહી મજૂરી કામ કરે છે અને તા.૧૧-૬ ના સાંજના આઠેક વાગ્યાના અરસામાં ભોલુભાઇ રામભરોસે ગુર્જર કુદરતી હાજતે જવા માટે કારખાનાની સામે આવેલા રેલ્વે પાટા ઓળંગીને જતો હતો.તે દરમિયાનમાં તે ત્યાંથી પસાર થતી ડેમુ ટ્રેનની ઝપટે ચડી ગયો હતો.જેના પગલે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ગળેફાંસો ખાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર રહેતો જગદીશ પપ્પુભાઈ કુંઢીયા નામનો ૨૯ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફાંસો ખાઈ ગયો હતો.જેથી બેભાન હાલતમાં તેને અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના સુંદરીભવાની ગામે રહેતા મધુભાઈ વાલજીભાઈ સાપરા નામના ૫૦ વર્ષના આધેડ તેમના ગામ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં બાઈકમાંથી પડી જતા ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

રંગપર પાસે ટ્રકમાં આગ

તાલુકા પોલીસના જણાવ્યા મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે લીનિયા સીરામીક નામના યુનિટમાં માલ લોડિંગ-અનલોડીંગ માટે ટ્રક નંબર એમએચ ૪૬ એઆર ૮૦૧૧ લઈને પરમેશ્વરભાઈ કજોડ મલ (૪૫) રહે.દુર્ગાડી ગામ સીકર રાજસ્થાન વાળા આવ્યા હતા અને ગત તા.૩-૬ ના સાંજના ચારેક વાગ્યે તેઓ ટ્રક લોડ કરીને તેમના કારખાનામાં પાર્કિંગ પાસે ટ્રક ઉભો રાખીને બિલ્ટ્રી લેવા માટે ગયા હતા.તે દરમિયાન ટ્રકમાં કોઈ કારણસર કેબિનના ભાગે આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગી જવાથી કેબિન સહિત ટ્રકમાં દસેક લાખનું નુકસાન થયું હતુ.તે અંગે તેઓએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી તાલુકા પોલીસ દ્વારા એફએસએલ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી.તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News