મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદનું પાણી ભરેલા ખાડામાં ડામર કામ ચાલુ !


SHARE







સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદનું પાણી ભરેલા ખાડામાં ડામર કામ ચાલુ !

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર ગઈકાલે રાત્રિ દરમિયાન પડેલા નજીકમાં વરસાદનું પાણી ખાડાઓમાં ભરેલું છે અને માટીના થર જામેલા છે ત્યાં આજે સવારથી તંત્ર દ્વારા ડામર કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી તંત્રની કામગીરી હાલમાં હસીને પાત્ર બની છે અને અધિકારીઓ દ્વારા ચોમાસામાં ડામર કામ કરાવવામાં આવતું હોય તેની ગુણવત્તા અને મજબૂતી કેટલી તેનો સવાલ ઉઠી રહ્યો છે.

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં રોડ રસ્તામાં ખાડા પડી ગયા હોય અથવા તો તૂટી ગયા હોય તેના કારણે લોકો વર્ષના આઠ મહિના સુધી હેરાન થતા હોય છે અને તંત્ર દ્વારા મોટાભાગે ચોમાસાની શરૂઆતમાં ખાડા બુરવાની કામગીરી કરવામાં આવતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકવી છે તેવામાં આજે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર જે ખાડા પડેલા છે તે ખાડામાં ગઇકાલે રાતના સમયે પડેલા નજીવા વરસાદનું પાણી ભરેલું હતું તેમ છતાં પણ તેમાં ડામર નાખીને પાણી અને માટી હોવા છતાં ખાડા બુરવા માટેનું કામ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું તેનો વિડીયો ત્યાંથી પસાર થતા નાગરિકે પોતાના મોબાઈલમાં બનાવીને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. કારણ કે વરસાદ દરમિયાન મોટાભાગે ડામરના કામો બંધ કરવામાં આવતો હોય છે પરંતુ જાણે મોરબીના તંત્ર વાહકોને અધ્યતન સાધન સામગ્રી સરકાર તરફથી કોણ કોન્ટ્રાકટરને આપવામાં આવી હોય તેમ ચાલુ વરસાદે ડામર કામ કરવામાં આવી રહ્યું છે જે લોકોમાં હાસ્યસદ બની ગયેલ છે અને અધિકારીની કામગીરી સામે સાવલો ઉઠી રહ્યા છે.






Latest News