મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE









મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબીમાં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે અને ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી- ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ ખાતે આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યાસાસને ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) બિરાજમાન થશે. અને કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયાના મો.૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News