મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સનાડા રોડ ઉપર સમયના ગેટથી થોડે આગળના ભાગમાં અજાણ્યા વાહન ચાલકે યુવાનને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી કાનજીભાઈ રમેશભાઈ ડામોર (42) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના સનાળા રોડ ઉપર સમયને ગેટથી થોડા આગળના ભાગમાં તેમનો ભાઈ ટીટુભાઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થઇ થવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલાક પોતાનું વાહન લઈને નાસી ગયેલ છે જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સૌંદરવા ચલાવી રહ્યા છે

એસિડ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વાલાભાઈ નારણભાઈ જામંગ (60) નામના વૃદ્ધ એ ગત તારીખ 16/6 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર એસિડ પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News