મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા


SHARE

















મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા

હરીપર અને ઉંચી માંડલ ગામે મારામારીના બનાવ

મોરબીના જેપુરથી ગોર ખીજડીયા ગામ જતા રસ્તે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એક બાળક સહિત પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે જેપુર ગામેથી ગોર ખીજડીયા ગામ બાજુ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રીક્ષાની સાથે કાર અથડાતા અજયકુમાર શિવપ્રભુરામ રાય (40) રહે. પીપળીયા ચોકડી, રૂપરામ રઘુરામ રાય (45) રહે. ખાખરાળા, વ્રજ નિપરામ (11) રહે. પીપળીયા ચોકડી, રાજકુમાર પ્રેમભાઈ સોની (38) રહે. સનાતન હોટલ પાસે નવલખી હાઈવે અને રાજકુમાર વાઘજીભાઈ માંજી (17) રહે. ખાખરાળાને ઈજાઓ થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી સ્ટાફના ફિરોઝભાઈ સુમરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબીની હરીપર ગામ નજીક આવેલ વેલોઝ સિરામીક પાસે મારામારીમાં ઈજા થતા પ્રકાશ રામુભાઈ મંદુરીયા (50)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે રહેતા જુબેદાબેગમ ઈરશનભાઈ મીર્જા (25)ને ત્યાં મારામારીમાં ઈજા થતા તેમજ ઉંચી માંડલની પાસે આવેલ નેકસન સિરામીકમાં ઉંચાઈએથી નીચે પડી જતા રેસુખાન (23)ને સારવાર માટે ખસેડાયા
હતા.

વૃધ્ધા સારવારમાં
 મોરબી કાલીકાનગર ખાતે રહેતા મંજુલાબેન ગોવિંદભાઈ ડાભી નામના 67 વર્ષના વૃધ્ધા હળવદની સરા ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જયારે ટંકારાના હડમતીયા ગામે રહેતા ગોદાવરીબેન નાનજીભાઈ કુનપરા (67) નામના વૃધ્ધા ગામમાં આવેલ શંકર મંદિર પાસે બાઈક પાછળથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. માળીયા મીંયાણાના ચીખલી ગામે રહેતા રાજેશ મનસુખભાઈ ગણેશીયા (24) ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો.

બે યુવાન સારવારમાં
 મોરબીના હળવદ તાલુકાના પાંડાતિર્થ ગામે રહેતા હાર્દિક પરસોતમભાઈ ડાભી (24) અને રવિ વજુભાઈ ડાભી (26) ગામથી સુંદરગઢ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા બંનેને સારવારમાં અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા. જયારે છાત્રાલય રોડ ધર્મવિજય રેસીડેન્સીમાં રહેતા હંસાબેન વેલજીભાઈ કાચરોલા (62) પૌત્ર પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ક્રિષ્ના પેલેસ નજીક પડી જતા ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.




Latest News