મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળિયા (મી.)ના નવાગામ નજીક નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા, એકની શોધખોળ: 6.22 લાખનો મુદામાલ કબ્જે


SHARE













માળિયા (મી.)ના નવાગામ નજીક નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે પકડાયા, એકની શોધખોળ: 6.22 લાખનો મુદામાલ કબ્જે

માળિયા (મી.)ના નવાગામ અને મેઘપર ગામ વચ્ચે આવેલ મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે વાહન સહીત કુલ મળીને 6.22 લાખનો મુદામાલ કબ્જે કરીને માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા (મી.)ના નવાગામથી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મચ્છુ નદીના કાંઠેથી આરોપી ફરદિન હાજીમહમદભાઈ માણેક અને સાજીદ અયુબભાઈ મીરા રહે. બંને નવલખી રોડ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દેશી દારૂ બનાવવા માટેનો 1800 લિટર આથો, 385 લિટર દેશી દારૂ અને દારૂની હેરફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતી મહિન્દ્ર પીકઅપ ગાડી નંબર જીજે 36 વી 8247 જેની કિંમત 5 લાખ આમ કુલ મળીને 6.22 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને પકડાયેલા શખ્સોની પૂછપરછમાં અન્ય આરોપી આરીફ જેડા રહે. વિસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું હતું જેથી ત્રણેય શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
ટંકારામાં ક્રેટા કારમાંથી દારૂ ઝડપાયો હતો. જો કે, આરોપી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો તેને ટંકારા તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે. વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, તા.8 માર્ચના રોજ રોહીશાળા અને નેકનામ રોડથી આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા રહે. મેઘપર ઝાલા અને કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે. જોધપર ઝાલા વાળા ક્રેટા કારમાંથી 1.29 લાખના દારૂ-બિયર  સાથે પકડાયેલ હતા જે ગુનામાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તાલુકો વાંકાનેર વાળાનુ નામ સામે આવ્યું હતું જે છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હતો તેને મિતાણા ચોકડી પાસેથી ટંકારા પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News