મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલીકાની સુવિધામાં વધારો, ૨૭ મીટરનું લેડર ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકશે


SHARE







મોરબી પાલીકાની સુવિધામાં વધારો, ૨૭ મીટરનું લેડર ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકશે

મોરબી મહાનગરપાલિકામાં ગુજરાત સરકાર દ્વારા ટર્ન ટેબલ લેડર ૨૭ મી. વાહનની ફાળવણી કરવામાં આવી છે.જેના સાથે મોરબી મહાનગર પાલિકાની ફાયર શાખાની સુવિધામાં વધારો થયો છે.આ ટર્ન ટેબલ લેડર એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે.જે ઉંચી ઈમારતોમાં આગ બુઝાવવાનું કામ કરે છે.આ વાહનમાં એક રોટેટીંગ પ્લેટફોર્મ હોય છે. જેના ઉપર લેડર લગાવવામાં આવે છે.અંદાજે ૨૭ મીટરનું આ લેડર લગભગ ૯ માળ જેટલી ઉંચાઈએ પહોંચી શકે છે.

આ વાહનની લાક્ષણિકતાઓની વાત કરીએ તો મીડીયમ કોમર્શીયલ વાહન ચેસીસ આધારિત આ વાહન ટર્ન ટેબલ લેડરને ૩૬૦ ડીગ્રી ફેરવવાની ક્ષમતા અને બે થી ત્રણ ફાયર ફાઇટર સાથે સુરક્ષાના સાધનોની લોડ ક્ષમતા ધરાવે છે.આ વાહનમાં મોનીટર અથવા પંપ સપોર્ટેડ નોઝલની મદદથી પ્લેટફોર્મ કે જેેથી પાણીનો જેટ ચલાવવામાં આવે છે.

મુખ્ય ઉદેશ્ય ઉંચી ઈમારતોમાં આગ લાગી હોઈ ત્યારે, બચાવ કામગીરી જેમ કે, ફસાયેલા લોકોને બહાર લાવવા તથા ઊંચા બિલ્ડીંગમાં બહારથી પાણી છાંટવા માટે આ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. રોટેશન, એન્ગલ, લંબાઈ અને ઉચાઈ હાઈડ્રોલિક સીસ્ટમથી નિયંત્રિત કરી શકાય છે. તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ ઉપર સંપર્ક કરી શકો છો.તેમ ડેપ્યુટી કમિશનરે યાદીમાં જણાવેલ છે.






Latest News