હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના નાના દહીસરામાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત


SHARE

















માળીયા (મિ)ના નાના દહીસરામાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત

માળીયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામના રેલવે સ્ટેશન પાસેથી ચાલીને પસાર થતા આધેડને અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતાં તેમને માથા, નાક અને કાનના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને આધેડનું મોત નિપજ્યું હતું અને બાઇક ચાલક પોતાનું બાઇક લઇને નાસી છુટ્યો હતો માટે હાલમાં મૃતકના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા મિયાણાં તાલુકાના નાના દહીસરા ગામે રહેતા રતનશીભાઈ પરષોત્તમભાઇ ભટાસણા જાતે પટેલ (૬૦)એ હાલમાં અજાણ્યા બાઇક ચાલક સામે માળિયા તાલુક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ભાઈ રમેશભાઈ પરસોત્તમભાઈ ભટાસણા જાતે પટેલ (૫૧) નાના દહીસરા ગામે રેલ્વે સ્ટેશન પાસેથી ચાલીને જતાં હતા ત્યારે ગત તા. ૨૮/૧૧ ના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને રમેશભાઈ ભટાસણાને માથા, કાન અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેમનું મોત નિપજ્યું હતું અને આ અકસ્માત સર્જીને બાઇક ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો જેથી કરીને હાલમાં રતનશીભાઈ ભટાસણાએ અજાણ્યા બાઇક ચાલક સામે માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News