મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ
તમે પોલીસને માહિતી આપો છો... કહીને પાંચ શ્ખ્સોએ માળીયા (મિ)ના મોટા દહીસરામાં મહિલાને ગાળો આપીને બાઈકમાં કરી તોડફોડ
SHARE









તમે પોલીસને માહિતી આપો છો... કહીને પાંચ શ્ખ્સોએ માળીયા (મિ)ના મોટા દહીસરામાં મહિલાને ગાળો આપીને બાઈકમાં કરી તોડફોડ
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનના ઘર પાસે ગઇકાલે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં પાંચ શખ્સો આવ્યા હતા અને ત્યારે તેની માતા તેમજ બહેન ઘરે હોય તેઓએ કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપો છો અને પકડાવો છો તેમ કહીને તેમજ તેના ઘરની બાજુમાં આવેલ વાળાની જમીનને તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના બાઇકને નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા મયુરભાઈ જયસુખભાઇ જોશી દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો, ભગીરથસિંહ હેમંતસિંહ પરમાર અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ તમામ આરોપીઓ ગઈકાલે તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે તેના માતા અને બહેન ઘરે હોય તેઓને કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપીને પકડવો છો તેમજ ઘરની બાજુમાં આવેલ વાળાની જમીન તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ લોખંડના પાઇપથી ફરિયાદી યુવાનના બાઈક ઉપર ઘા માર્યા હતા અને બાઈકમાં નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓ પૈકીનાં અમુક અગાઉ દારૂના જથ્થામાં અને દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા ચુક્યા છે
