મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-4 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 3700 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના બૌદ્ધનગર શેરી નં-4 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કેશુભાઈ પેથાભાઈ ટુંડિયા (56), કાંતિભાઈ અરજણભાઈ પરમાર (52), બાબુભાઈ ગંગારામભાઈ ગોહિલ (50), મહેશભાઈ અર્જુનભાઈ પરમાર (35) અને તેજાભાઈ ટપુભાઈ પારઘી (71) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે 3700 ની રોકડ કબ્જે કરી હતી અને તેની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગારની બે રેડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરાના ખૂણા પાસે લાયન્સનગરમાં જવાના રસ્તે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા હરેશભાઈ પુરણભાઈ થાવરાણી (40) રહે વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટ સરમાળીયા દાદાના મંદિર પાસે લાયન્સનગર વીસીપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 4550 રૂપિયાની રોકડ આમ કુલ મળીને 9,550 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે આવી જ રીતે મોરબી તાલુકાના લખધિરપુર રોડ ઉપર સોરીસો સીરામીક પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે અમિતભાઈ લાભુભાઈ વરાણીયા (24) રહે. ત્રાજપર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 420 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો છે.




Latest News