મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો


મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવાનની પત્નીને ચડામણી ન કરવા માટે યુવાને તેના કૌટુંબિક ભાભીને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા કૌટુંબિક ભાઈ ભાભી સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાનને લાકડી વડે તથા તેની માતાને માથામાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાન અને તેની માતાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા મકાનસર ગામે બેંક વાળી શેરીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા હિતેશભાઈ બાબુભાઈ દેગામા (35) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ ધીરુભાઈ દેગામા, રઘુભાઈ જગદીશભાઈ દેગામા, આકાશભાઈ જગદીશભાઈ દેગામા, ભાવનાબેન જગદીશભાઈ દેગામા અને લીલાબેન ધીરુભાઈ દેગામા રહે. બધા મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેના કૌટુંબિક ભાભી ભાવનાબેનને ફરિયાદીએ પોતાની પત્નીને ચડામણી નહીં કરવા માટે થઈને વાત કરી હતી જે તેઓને સારું નહીં લાગતા રઘુભાઈ અને આકાશભાઈ એ ફરિયાદીને લાકડી વડે જમણા પગે ફ્રેક્ચર જેવો માર મારીને ઇજા કરી હતી તેમજ જગદીશભાઈ એ લાકડી વડે શરીરને માર માર્યો હતો અને સાહેદ ફરિયાદીના માતા મધુબેનને લાકડી વડે માથામાં માર મારીને ઇજા કરવામાં આવી હતી તથા ભાવનાબેન અને લીલાબેનને ફરિયાદીને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપી હતી જેથી કરીને યુવાન સહિત બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

કાર ચાલકે બાઈકને હડફેટે લીધું
મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા રમેશપરી દયાલપરી ગોસ્વામી (53) નામના આધેડે આર્ટિકા કાર નંબર જીજે 36 એફ 7988 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સેગા સીરામીક સામેના ભાગમાંથી કારચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના દીકરા મયુરપરીના સ્પ્લેન્ડર નંબર જીજે 36 એમ 6204 ને ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા પગમાં અને શરીરે પણ ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી અને આરોપી પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 






Latest News