મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી


SHARE













સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન જે સમગ્ર સૌરાષ્ટ્રના કોચીંગ ક્લાસના સંચાલકોનું સંગઠન છે તેની તાજેતરમાં એક મીટીંગ દર્શન કોલેજ રાજકોટ ખાતે યોજાયેલી હતી. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના નવા સંગઠનની રચનામાં મોરબીના રવીન્દ્રભાઈ ત્રિવેદીની સમગ્ર સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરીકે, જશવંતભાઈ મીરાણીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને અલ્પેશભાઈ ગાંધીની એડવાઈઝરી કમીટીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયર દર્શિતાબેને નવા હોદેદારોની વરણીને આવકારીને અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ૧૩ સ્થાન ઉપરથી ૨૫૦ થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News