મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જુની અદાવતનો રોષ રાખીને યુવાનને માર મારી જાતિ પ્રત્યે હડધુત કરનાર ત્રણની ધરપકડ


SHARE

















મોરબીમાં જુની અદાવતનો રોષ રાખીને યુવાનને માર મારી જાતિ પ્રત્યે હડધુત કરનાર ત્રણની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભવાની સોડા પાસેથી પસાર થયેલા યુવાને રોકીને અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને પકડીને આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબીના લાઇન્સનગરમાં રહેતા સંજયભાઈ ધનજીભાઈ જાદવ જાતે વણકર (ઉંમર ૨૧) નામના યુવાને ભગવાનજીભાઈ બાબુભાઈ રહે.વણકરવાસ, દેવો રાવળદેવ અને મોહિન મુસલ્માન નામના ત્રણ શખ્સોની સામે થોડા દિવસો પહેલા પોતાને માર માર્યો હોવાની અને જ્ઞાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાની ફરિયાદ નોંધાવીને તેમાં જણાવ્યું હતુ કે અગાઉ ભગવાનજીભાઈ બાબુભાઈની સાથે છએક મહિના પહેલા મોટર સાયકલ અથડાવા બાબતે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને ઉપરોકત ત્રણેયે તેને રવાપર રોડ ભવાની સોડા પાસે આંતર્યો હતો અને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા સંજયભાઈ જાદવની ફરીયાદ આધારે તપાસ કર્યા બાદ એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, રાયટર યુવરાજસિંહ જાડેજા તથા સ્ટાફે ઉપરોકત ગુનામાં ભગવાનભાઇ ઉર્ફે ભગો બાબુભાઇ સાવરીયા (૨૭) રહે.જેલચોક સામે મોરબી, દેવાભાઇ ઉર્ફે દોવો અમુભાઇ મુંજારીયા જાતે રાવળદેવ (૨૩) રહે.રવાપર મોરબી અને મોહીન ઇસ્માઇલભાઇ ચાનીયા સંધી (૨૩) રહે.નર્મદા હોલ પાસે કાલીકા પ્લોટ મોરબીની ધરપકડ કરેલ છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબી નજીકના ઓડ ગામે રહેતા મહેન્દ્રસિંહ બનેસિંગ રાજપૂત (૩૩) નામનો યુવાન બાઈકમાં મશીનરી લઈને જતો હતો ત્યારે મોરબીના જૂના બસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થઇ જતા તેને આયુષ હોસ્પિટલે સારવારમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણાના હરીપર ગામે રહેતા મોમૈયાભાઇ દેવાયતભાઈ આગલ નામના ૬૧ વર્ષીય વૃદ્ધ ઘરેથી પોતાની વાડીએ જતા હતા ત્યારે કંડલા બાયપાસ ઉપર રીક્ષા પલ્ટી મારી જતા ઈજાગ્રસ્ત થયેલા મોમૈયાભાઈ આગલને અહીં ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
માળિયા મિંયાણાના મણાબા ગામે રહેતો રામદેવભાઈ પ્રેમજીભાઈ પાટડીયા નામનો ૪૫ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય બાઇકની સાથે અથડાતા ઇજાગ્રસ્ત રામદેવભાઈને અહીંના ક્રીષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેર તાલુકાના જાંબુડિયા વીડી ગામે રહેતો દિલીપભાઈ જશવંતભાઈ ચાવડા નામનો ૩૩ વર્ષીય યુવાન તેઓના સગા અને ત્યાંથી પરત પોતાના ઘેર જતો હતો ત્યારે થાનના માનપર ગામની સીમમાં તેનું બાઇક અન્ય બાઇકની સાથે અથડાતા તેને ઇજા થતા સારવારમાં મધુરમ હોસ્પીટલે લવાયો હતો.



Latest News