મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નુકશાનકારક હોય હટાવવા માંગ
ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા
SHARE









ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રજૂઆતથી ગુજરાતનાં દરેક સાંસદઓને મતક્ષેત્રનાં વિકાસ અર્થે તથા માર્ગ નિર્માણ હેતુ ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે બદલ દિલ્લી સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને સૌ સાંસદઓએ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો તેમ કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. રાજ્યનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે દરેક સાંસદોને ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ રોડ અને રસ્તા માટે દરેક સાંસદ સભ્યો માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવી આપ્યાં છે તે માટે કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ આભાર માન્યો હતો.
