મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો


SHARE













વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના અમરસર નવાપરામાં રહેતા દિયરની સાથે અગાઉ બોલાચાલી ઝઘડોને માર માર્યો હતો જેથી તેને ફ્રેકચર જેવી ઇજા થયેલ હતી જેથી ઇજા પામેલ દિયરની ખબર કાઢવા માટે ભાભી અને ભત્રીજી રાજકોટથી આવ્યા હતા જે ઇજા પામેલા દિયરની સામે માથાકૂટ કરનારા શખ્સને સારું નહિ લગતા તેને મહિલા, તેના સાસુ અને દીકરી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્રણેય વ્યક્તિને માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રામનાથપરા ભવાનીનગર-1 માં રહેતા સોનલબેન રમેશભાઈ ધંધુકિયા (39)હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા રહે. અમરસર નવાપરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના દિયર વિનોદભાઈ સાથે આરોપીએ અગાઉ બોલાચાલીને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદીના દિયર વિનોદભાઈને હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી ફરિયાદી તથા તેની દીકરી પૂજા રાજકોટથી વાંકાનેર ખબર પૂછવા માટે થઈને આવ્યા હતા જે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સહેદોની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદીને વાસાના ભાગે તથા તેના સાસુ મોતીબેનને ડાબા હાથમાં અને ફરિયાદીની દીકરી પૂજાને બંને હાથમાં લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત ત્રણે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News