મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત
મોરબીના લાલપર પાસેથી લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતો શખ્સ પકડાયો
SHARE









મોરબીના લાલપર પાસેથી લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતો શખ્સ પકડાયો
મોરબી તાલુકાના લાલપર ગામે લાયસન્સ વગરની (અન-અધિકૃત) પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલકને ઝડપી લેવામાં આવેલ છે અને તેની વિરૂધ્ધ એસ.ઓ.જી. ની ટિમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે
મોરબી એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે શેખાભાઇ સગરામભાઇ મોરી તથા ભાવેશભાઇ માવાભાઇ મિયાત્રાને સંયુક્ત ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબીના લાલપર ગામની સામે આવેલ સનગ્લોસ કારખાના વાળા રોડ ઉપર આવેલ રેન્બો લેમીનેટસ પ્રા.લી યુનીટ-૨ કારખાનામાં સેરસિંગ છતરસિંગ લોધી જાતે ઠાકોર (ઉ.૬૦) રહે. હાલ રેન્બો લેમીનેટસ મૂળ રહે એમપી વાળા પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવે છે જેથી તે સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે
