મોરબીના લાલપર પાસેથી લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવતો શખ્સ પકડાયો
મોરબીમાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઊર્જા બચાવો સમૃધ્ધિ લાવો સ્પર્ધા યોજાશે
SHARE









મોરબીમાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઊર્જા બચાવો સમૃધ્ધિ લાવો સ્પર્ધા યોજાશે
"ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર" દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજીત "રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ "૧૪-ડિસેમ્બરનાં "ઊર્જા બચાવો-સમૃધ્ધિ લાવો" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અનુસંધાને ઊર્જાની જાળવણી (સંરક્ષણ) કરવાની કોઈપણ એક રીત ઉદાહરણ સ્વરૂપે ડ્રોઈંગ સીટમાં દોરી તેને સમજાવતા હોય તેવો વિડીયો બનાવી મોકલી આપીને આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે
આ સ્પર્ધા માટે કેટેગરી મુજબ સ્પર્ધકને આવડતો હોય તેવાં કોઈપણ એક ઊર્જા બચતની ૧ × ૧.૫ ફુટની ડ્રોઈંગ સીટમાં દોરી તે રીત સમજાવતો વિડીયો બનાવી ભાગ લઈ શકશો. કેટેગરી -૧(ધો.૧ થી ૪) ઊર્જા બચત ની કોઈપણ એક રીત ઉદાહરણ આપીને સમજાવો, કેટેગરી-૨ (ધો. ૫ થી ૮) ઊર્જા ની જાળવણી કરવાની કોઈપણ એક રીત દોરી ને સમજાવો, કેટેગરી -૩(ધો.૯ થી ૧૨) ઊર્જાનાં સંરક્ષણ માટે કોઈપણ એક પ્રયોગ ઉદાહરણ આપી સમજાવો, કેટેગરી-૪ (કૉલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો અને વાલીઓ) ઊર્જા સંરક્ષણ અંગે કોઈપણ એક પ્રયોગ દોરી સમજાવતો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે
આ સ્પર્ધા માટે સ્પર્ધકને આવડતો હોય તેવો કોઈપણ એક ઊર્જા સંરક્ષણનો પ્રયોગ દોરી સમજાવો સ્પર્ધાની છેલ્લી તારીખ. ૧૪-૧૨ રાત્રે ૯ સુધીમાં નીચે દર્શાવેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપો. એલ.એમ.ભટ્ટ ૯૦૯૯૦ ૮૬૩૮૬, દિપેનભાઈ ભટ્ટ ૯૭૨૭૯ ૮૬૩૮૬ ઊર્જા સંરક્ષણ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને અન્ય સ્પર્ધકોને શિખવા મળે એ જ મુખ્ય હેતુ છે. આ સ્પર્ધાનાં પ્રયોગોનો વિડીયો "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી "યુટ્યુબ" પરથી જોઈ શકશો તેવું એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટએ જણાવ્યુ છે
