કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર
SHARE









મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના જામીન મંજૂર કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે ૧ કીલો ૨૬૭ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાને પકડીને એન.ડી.પી.એસ. એકટની જુદીજુદી કલમ હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને તેને જેલ હવાલે કર્યો હતો ત્યારે બાદ મોરબીના સીનીયર એડવોકેટ મનીપ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી જેમાં વકીલ મનિષ પી .ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબ દ્વારા આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના ૧૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.
