મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા


SHARE

















સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા

અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો જેને રોકીને એલસીબીની ટીમે ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી કરીને પોલીસે 4896 બોટલ દારૂ અને 11436 બિયરના ટીન કબ્જે કર્યા છે આમ કુલ મળીને 61.01 લાખનો દારૂ બીયર તેમજ વાહન સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને બે આરોપીઓને પકડીને વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પીઆઇ એમ.પી.પંડયાને ખાનગી બાતમી હકિકત મળેલ હતી કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીની ટ્રક નં, યુપી 21 બીએન 8121 રાજકોટ તરફ જય રહ્યો છે અને તે ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલ છે જેથી કરીને સચોટ હકિકત આધારે ટ્રકની વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો ટ્રક નીકળતા તેને એલસીબીની ટીમે રોકીને કોર્ડન કર્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂ લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં પોલીસે દારૂની જુદીજુદી બ્રાન્ડની 4896 બોટલ અને 11436 બિયરના ટીન જેની કુલ કિંમત 61.01 લાખ અને વાહનની કિંમત 25 લાખ, 700 બોક્સ કોલડ્રીંક્સ જેની કિંમત 2 લાખ, 2 મોબાઈલ સહિત કુલ મળીને 88.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આરોપી નૌસાદ આબીદભાઇ તુર્ક (50) રહે. હિસામપુર તાલુકો બિલારી જિલ્લો મુરાદાબાદ યુ.પી. અને કુંવરપાલ મહેશભાઈ યાદવ (34) રહે. નગલા નસ્સુ તાલુકો થાણા બિલારી જીલ્લો મુરાદાબાદ યુપી વાળની ધરપકડ કરી છે 

આ શખ્સો પાસેથી માલ મોકલનાર ભાઈ જાન નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તેની સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આરોપીઓએ દ્વારા ટ્રકમાં સોડાની બોટલ કે અન્ય ચીજ વસ્તુઓ ભરી તેની ખોટી બિલ્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેની આડમાં દારૂ-બિયરનો જથ્થો ભરી તમામ રાજયની બોર્ડર ઉપર ખોટી બિલ્ટી બતાવી દારૂ-બિયરની હેરાફેરી કરીને પંજાબ રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ બીયર લઈને આવે છે. 






Latest News