વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE

















વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરવાની હોય છે.

શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.ર૫/૦૭/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે. હયાતીની ખરાઈ ન થયેથી અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીનો પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ થવા વાંકાનેર શહેરના પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓએ નોંધ લેવા વાંકાનેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.




Latest News