મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો


SHARE









હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો

હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિતના કુલ ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો તેમજ તેઓને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ મળીને 19 વ્યક્તિઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા સનાભાઇ કાનાભાઈ મકવાણા (61) નામના વૃદ્ધે હાલમાં પરેશભાઈ મીણાભાઈ સારોલા, નવઘણભાઈ મીણાભાઈ સારોલાના બે દીકરા, ઝીણાભાઈ વરસીંગભાઇ સારોલા, સંજયભાઈ ઝીણાભાઈ સારોલા, પ્રકાશભાઈ ઝીણાભાઈ સારોલા, રમેશભાઈ વરસીંગભાઇ સારોલા, દેવાભાઈ રમેશભાઈ સારોલા, ગગજીભાઈ રમેશભાઈ સારોલા, કિશોરભાઈ ગેલાભાઈ સારોલા, દિનેશભાઈ ગેલાભાઈ સારોલા, મગનભાઈ દિનેશભાઈ સારોલા, અશ્વિનભાઈ દિનેશભાઈ સારોલા, જયંતીભાઈ જગાભાઈ ઉઘરેજા, ગોવિંદભાઈ જગાભાઈ ઉઘરેજા, કરણભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, કાંતિબેન જગાભાઈ ઉઘરેજા, લીલાબેન મણીભાઈ સારોલા, લાભુભાઈ વરસીંગભાઇ સારોલા, અશોકભાઈ લાભુભાઈ સારોલા રહે. બધા જુના ઇસનપુર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં જણાવ્યું છે કે જુના ઇસનપુર ગામે મણીભાઈ સારોલાના મકાન સામે રસ્તા ઉપરથી તેઓ પોતાનું બાઈક લઈને સાંજના 6:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરિયાદી તથા તેના સમાજના વ્યક્તિઓ સરપંચ તથા સભ્યના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા જે આરોપીઓને ગમતું ન હતું જેથી આરોપીઓએ ગેરકાયદે મંડળી કરીને સાહેદ ભદ્રેશભાઈ ગોરાભાઈ મકવાણાને જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને અપમાનીત શબ્દો બોલીને ગાળો આપી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારે ફરિયાદી તથા સાહેદ બચાવવા વચ્ચે પડતા ફરિયાદીને આ કામના આરોપી કિશોરભાઈ સારોલાએ માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારીને ગંભીર ઇજા કરી હતી તથા ફરિયાદીના દીકરા બીપીનભાઈને પરેશભાઈ સારોલાએ લાકડાના ધોકા વડે માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી અને મારામારીમાં આરોપીઓએ ફરિયાદીના કાકા ગણેશભાઈને ડાબા હાથમાં ઇજા કરી હતી તેમજ ભદ્રેશભાઈને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરવામાં આવેલ છે તેમજ રમેશભાઈ સારોલાએ સાહેદ બીપીનભાઈનો મોબાઇલ ફોન તોડી નાખીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની વધુ તપાસ મોરબી જિલ્લાના એસ.સી./ એસ.ટી. સેલના ડીવાયએસપી વી.બી. દલવાડી ચલાવી રહ્યા છે




Latest News