મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો
SHARE







મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો
મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને માળીયા તાલુકામાં એક જગ્યાએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂ અને બીયર તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મોટા પ્રમાણમાં મળી આવેલ હતી જેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર પાસે જલારામ એપાર્ટમેન્ટ પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 5 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ કાંતિલાલ પલાણ (32) રહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટ મેરી સ્કૂલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં નજરબાગ સામે ગાંધી સોસાયટીની છેલ્લી શેરીમાં રહેતા હિતેશભાઈ બોચિયાના મકાનમાં દારૂની હેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 13 બિયરના ટીન મળી આવતા પોલીસે 1,755 ની કિંમતના બિયરના જથ્થાને કબજે કર્યો હતો અને આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચિયા (27) રહે. ગાંધી સોસાયટી છેલ્લી શેરી નજરબાગ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
મોરબીના વજેપર શેરી નં- 24 માં રહેતા જીગુબેન ચૌહાણના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો મળી આવ્યો હતો જેથી 2,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી જીગુબેન હકાભાઇ ચૌહાણ (40) રહે. વજેપર શેરી નં-24 મોરબી વાળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
માળિયા (મી) તાલુકાના નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને 20,000 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં ઈરફાનભાઈ બાબાભાઈ જેડા રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
