મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી


SHARE









મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હરીપાર્ક સોસાયટીના મકાનમાં રહેતી મહિલાના ઘરમાં ઘરેણાંની ચોરી થયેલ હતી જે બાબતે તે મહિલાના પતિએ તેના ઉપર શંકા કરીને ગાળો આપી હતી ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા સ્કૂટર લઈને નીકળી એટ્લે એસિડ નાખીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હરીપાર્ક સોસાયટીના મકાન નંબર 58 માં રહેતા જાગૃતીબેન જલાજીભાઈ ઠાકોર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ જલાજીભાઈ કાનજીભાઈ ઠાકોર રહે. ગણેશપુરા તાલુકો હારીજ જીલ્લો પાટણ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના રહેણાંક મકાનમાં ઘરેણાંની ચોરી થયેલ હતી જે બાબતે તેના પતિએ તેના ઉપર શંકા કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને સ્કૂટર લઈને નીકળી એટલે એસિડ નાખીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News