માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
SHARE









મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
મોરબીમાં લાંબા સમય બાદ આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રણ દિવાસીય શિબિર જોધપર પટેલ બોર્ડિંગમાં યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને તેમાં જોડાવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ વહેલી તકે પોતાના નામ નોધાવવા માટે આયોજકોને સંપર્ક કરવા જણાવ્યુ છે.
મોરબી આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા બે વર્ષ બાદ યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા પાતાંજલિ યોગ સૂત્રો અનુસાર કુદરતી રીતે જ શરીરને ડિટોક્સ કરી, રોગ મુક્ત જીવન જીવી શકાય તે માટેની શિબીરનું આયોજન કરેલ છે. અને ત્રણ દિવસનો ફુલ ડે કોર્સ કુદરતી વાતાવરણમાં મચ્છુ નદીના કાંઠે જોધપર પટેલ બોર્ડિંગમાં તા, 14 થી 16 જુલાઈ સુધી રાખવામા આવેલ છે જેથી જે લોકો શિબિરમાં આવવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ ભરત કામરીયા (9879041801), દિવ્યેશ સવસાણી (9978411177) અને ભારતીબેન કાથરાણી (9825322852)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
