પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું
SHARE









મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું
મોરબીમાં તા.૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. "દિવ્યાંગ" શબ્દ દ્વારા તેની વ્યાખ્યામાં માત્ર શબ્દની જ નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે.ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે.મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે સક્ષમ મોરબીની ટિમ અને યુવા આર્મીના સભ્યો તેમજ શિશુ મંદિર પરિવારના જયંતિભાઇ રાજકોટીયા સહીતનાઓ દ્રારા શિશુ મંદિર વિદ્યાલય શનાળા ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું.દિવ્યાંગ બાળકોનું સન્માન કરીને તેમજ મીઠાઈ આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યુ હતુ.
આત્મનિર્ભર ભારત સક્ષમ ભારતના ભાગરૂપે મોરબીમાં રહીને આત્મનિર્ભર દિવ્યાંગજનોનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું.જેમાં મનોદિવ્યાંગ જય ઓરિયા, જયરાજસિંહ જાડેજા, વિજય રમેશભાઇ (ચાઈનીઝ પંજાબી), ચિંતન દીપેશભાઈ તેમજ સેરેબ્રલ પાલસી ધરીવતી દીકરી રાજલબેન મહેશભાઈ અને ફીઝીકલ દિવ્યાંગ પઢારીયા મયૂરભાઈ, ગોહીલ આનંદભાઈ, વાઘેલા રવીભાઈ, મઢવી નિર્મલભાઈ અને નકુલ મકવાણા ઉપસ્થિત રહ્યા હોય તેઓએ શીશુ મંદિર ખાતે યજ્ઞ કરીને ભારતમાતા પૂજન કર્યું હતું.
