મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુલનગર પ્રાથમિક શાળા પાસે-વીસીપરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: બે આરોપી પકડાયા


SHARE













મોરબીમાં ગોકુલનગર પ્રાથમિક શાળા પાસે-વીસીપરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: બે આરોપી પકડાયા

મોરબી નજીકના સનાળા બાઇપાસ રોડ ઉપર ગોકુલ નગર સરકારી શાળાની સામેના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી ત્યાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશીદારૂ બનાવવા માટે વપરાતો ૬૫૦ લિટર આથો તેમજ દારૂ બનાવવા માટેના અન્ય સાધનો મળીને પોલીસે ૩૭૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે

મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાઇપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર સરકારી શાળા પાસે દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ૬૫૦ લિટર આથો તેમજ ૨૦ લિટર દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને અન્ય સાધન સામગ્રી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મનોજ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (ઉમર ૩૭) રહે. ગોકુલનગર સરકારી પ્રાથમિક શાળા પાસે વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તો દારૂની બીજી રેડ મોરબી શહેરની વીસીપરાની અંદર રહેતા હીરાભાઈ મસાભાઈના ઘરની અંદર કરવામાં આવી હતી કેમ કે, તેના ઘરમાં દેશી દારૂ બનાવતા હોવાની બાતમી મળી હતી અને બી ડિવીઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૩૫ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો તેમજ પ્રાઈમસ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૩૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં હીરાભાઈ મસાભાઈ પાસીયા જાતે ભરવાડ (ઉંમર ૫૫) રહે, પટેલ જીન પાસે વીસીપરા વાળા ની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News