મોરબીના રવાપરથી વાંકાનેર જવાનો ઉબડખાબડ રસ્તો રીપેર કરવા કોંગ્રેસનાં ઉપપ્રમુખની માંગ
મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીના લોકોએ સુવિધા માટે કર્યો ચક્કાજામ
SHARE







મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીના લોકોએ સુવિધા માટે કર્યો ચક્કાજામ
મોરબીમાં જાણે કે સુવિધાઓ માટે થઈને ચક્કાજામ કરવાનો ટ્રેન્ડ થઈ ગયો હોય તેવો ઘાટ આજે મોરબીમાં જોવા મળી રહ્યો છે છેલ્લા દિવસોમાં જુદા જુદા વિસ્તારમાં રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા બાદ આજે મોરબીના રવાપર ગામ પાસે આવેલ રામસેતુ સોસાયટીમાં કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી જેથી કરીને સ્થાનિક મહિલાઓ સહિતના લોકો હાથમાં થાળી વેલણ લઈને રવાપર ચોકડી પાસે પહોંચ્યા હતા અને ત્યાં રસ્તો ચક્કાજામ કરી દીધો હતો અને તેઓને રોડ રસ્તા લાઈટ પાણી સહિતના જે પ્રાથમિક સુવિધા ને લગતા પ્રશ્નો છે તે સાંભળવા માટે થઈને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ત્યાં સ્થળ ઉપર આવે અને તેઓની સમસ્યાઓનો નિકાલ થાય ત્યાર પછી જ રસ્તો ખુલ્લો કરવામાં આવશે નહી તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેથી કરીને રવાપર પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો
