મોરબીમાં ગોકુલનગર પ્રાથમિક શાળા પાસે-વીસીપરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: બે આરોપી પકડાયા
માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો
SHARE









માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો
માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદ નગર રેલવે ફાટક પાસે આવેલ ખેતરમાં ચાર શખ્સો દ્વારા ગાડી ફેરવવામાં આવતી હતી જેથી કરીને ખેતરના માલિક દ્વારા ગાડી ફેરવવાની ના પાડવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને લોખંડના પાઇપ વડે પગ પીઠના ભાગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૩૬)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબૂતસિંહ બળવંતસિંહ જાડેજા રહે બધા મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી અજયસિંહ જાડેજા તેના ખેતરની અંદર ગાડી ચલાવતા હોય તેઓને ગાડી ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને અજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા અને મજબૂતસિંહ જાડેજાએ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને પગમાં અને પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજાઓ થવાના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
