મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો


SHARE













માળીયા(મી)ના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ પાઇપ વડે માર માર્યો

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદ નગર રેલવે ફાટક પાસે આવેલ ખેતરમાં ચાર શખ્સો દ્વારા ગાડી ફેરવવામાં આવતી હતી જેથી કરીને ખેતરના માલિક દ્વારા ગાડી ફેરવવાની ના પાડવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને લોખંડના પાઇપ વડે પગ પીઠના ભાગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૩૬)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબૂતસિંહ બળવંતસિંહ જાડેજા રહે બધા મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી અજયસિંહ જાડેજા તેના ખેતરની અંદર ગાડી ચલાવતા હોય તેઓને ગાડી ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને અજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા અને મજબૂતસિંહ જાડેજાએ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને પગમાં અને પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજાઓ થવાના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News