ટંકારા પોલીસે ચોરાઉ માલ સાથે પકડેલા રાજકોટના ત્રણ શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધાયો
SHARE









ટંકારા પોલીસે ચોરાઉ માલ સાથે પકડેલા રાજકોટના ત્રણ શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધાયો
ટંકારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે શંકાસ્પદ જણાતી રીક્ષાને અટકાવીને તેની તલાસી લેતા તેમાંથી લોખંડ ભંગાર અને રસ કાઢવાનું મશીન તેમાથી મળી આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ કરી હતી જેમાં આ માલ ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં પોલીસે ત્રણેય શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
ટંકારાના મિતાણા ચોકડી પાસે પોલીસ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે ત્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક શંકાસ્પદ સીએનજી ઓટો રીક્ષા નીકળી હતી જેને ઉભી રાખવા છતાં ન રોકાતા પોલીસ કોન્સટેબલ સતિષભાઇ રાજેશભાઇ બસીયાએ પીછો કરીને રિક્ષા રોકી સઘન ચેકિંગ કરતા રિક્ષામાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવ્યો હતો જેથી ટંકારાના પ્રોબેશન પીઆઇ એન.એ.વસાવાને જાણ કરવામાં આવી હતી અને પીઆઇ વસાવા અને પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફએ શંકસ્પદ લોખંડના મુદ્દામાલ સાથે રીક્ષામાંથી કબજે કરી હતી
ત્યાર બાદ હાલમાં મેઘપર ઝાલા ગામના હકુમતસિહ ચંદુભા ઝાલા જાતે દરબાર (ઉ.૪૭)ની ફરિયાદ લઈને પોલીસે ચોરાઉ માલ સાથે પકડાયેલા રાહુલ મોહનભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) રહે.જંગલેશ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા જાતે ભરવાડ (ઉ.વ.૨૨) રહે.વાછકપર બેડી તા.જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) ધંધો રહે. જંગલેશ્વર રાજકોટ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ આરોપીઓએ ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા ઓવરબ્રીજ ઉપર ચાલતા કંસ્ટ્રકશન કામ ઉપરથી લોખંડનો ૧૦૦ કિલો ભંગાર ચોરી કર્યો હતો તેમજ બે બેટરીની ચોરી કરી હતી આમ કુલ મળીને ૫૦૦૦ ના મુદામાલની ચોરી કરી હોય પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે
