મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા રાતીદેવળી ગામના શખ્સે હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ધરપકડ: હથિયાર આપનારની શોધખોળ


SHARE













વાંકાનેરના નવા રાતીદેવળી ગામના શખ્સે હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ધરપકડ: હથિયાર આપનારની શોધખોળ

વાંકાનેર તાલુકાના નવા રાતીદેવરી ગામે રહેતા યુવાને પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હથિયાર સાથે પાડેલ ફોટો અપલોડ કર્યો હતો જે વાંકાનેર સિટી પોલીસની ટીમના ધ્યાન ઉપર આવતા સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર શખ્સને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે પોતે ફોટો અપલોડ કર્યો હોવાની કબુલાત આ શખ્સે આપી હતી જેથી કરીને 10,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ફોટો પાડવા માટે હથિયાર આપનારા શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

સોશિયલ મીડિયામાં વ્યુહ વધુ મેળવવા માટે થઈને અથવા તો સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને ઘણી વખત ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે વાંકાનેર નજીક આવેલ નવા રાતીદેવરી ગામે રહેતા શાહરુખભાઈ દાઉદભાઈ સર્વોદી (30) નામના યુવાને પોતાના ઈન્સ્ટાગ્રામના આઈડી ઉપર સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને પોતાના શોખ ખાતર લાયસન્સ વગર બંદૂક સાથે ફોટો પાડવામાં આવ્યો હતો તેને ફોટો અપલોડ કર્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો અને ફોટો પાડવા માટે થઈને લાયસન્સ વાળી બારબોરની બંદૂક આપનાર શખ્સ દ્વારા લાયસન્સ ધારકની શરતનો ભંગ કરેલ હોવાથી હાલમાં બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને હથિયાર આપનાર આરોપી સમસુદ્દીન મનવરહુસેન પીરજાદા રહે. ઝીંઝુડા તાલુકો મોરબી વાળાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News