મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં
ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત
SHARE









ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત
ટંકારાના ગણેશપર ગામે રહેતા આધેડ મહિલાને બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે મહિલા બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે મહિલાને પહોચાડતા ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા જશુબેન નાગજીભાઈ મેરા (54) નામના આધેડ મહિલાને બીમારી સબબ તેનો દીકરો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતો હતો દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને હોસ્પિટલે લઈને પહોંચ્યા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.
બાઇક સ્લીપ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા નેહાબેન સુનિલભાઈ (29) નામની મહિલા પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મારામારીમાં ઇજા
મોરબીના લાતી પ્લોટ શેરી નં-4 માં રહેતા દિનેશ બચુભાઈ દેવીપુજક (35) નામના યુવાનને ઉમિયા સર્કલથી આગળના ભાગમાં બ્રિજની નીચે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

