મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

તને બોવ હવા છે તેવું કહીને વાંકાનેરના રાતીદેવરી ગામે યુવાન અને તેના ભાઈને 10 શખ્સોએ પાઇપ, તલવાર અને ધોકા વડે માર માર્યો


SHARE

















તને બોવ હવા છે તેવું કહીને વાંકાનેરના રાતીદેવરી ગામે યુવાન અને તેના ભાઈને 10 શખ્સોએ પાઇપ, તલવાર અને ધોકા વડે માર માર્યો

વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતો યુવાને રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે રીક્ષા રોકાવીને તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો અને “તને બોવ હવા છે. તું રાતીદેવરી ગામમાં હનુમાન મંદિર પાસે ભેરો થા તને જોઈ લઉં” તેવી ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ યુવાનને છ શખ્સ દ્વારા ગાળો આપીને લાકડી વડે હાથ પગે માર મારવામાં આવ્યો હતો તેમજ તે યુવાનના ભાઈને ચાર શખ્સો દ્વારા પાઇપ તલવાર ધોકા અને હાથમાં પહેરેલા કડા વડે મારમારીને ફ્રેકચર જેવી ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને ભાઈઓને સારવામાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 શખ્સોની સામે અટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ વોરા (24)વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભગાભાઈ ઘોઘાભાઈ ભરવાડ, ભુપતભાઈ વિભાભાઈ ભરવાડ, હિતેશભાઈ કરસનભાઈ ભરવાડ, પાંચાભાઇ છનાભાઈ ભરવાડ, જયેશભાઈ કરસનભાઈ ભરવાડ, અનિલભાઈ છન્નાભાઈ ભરવાડ, મેઘાભાઈ વીરજીભાઈ ભરવાડ, જીલાભાઈ વિરજીભાઈ ભરવાડ, વિભાભાઈ હકાભાઇ ભરવાડ અને છન્નાભાઈ ધારાભાઈ ભરવાડ રહે. બધા રાતીદેવરી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી રિક્ષામાં બેસીને રાતીદેવરી તરફ જતો હતો ત્યારે ભગાભાઈ ભરવાડે તે રીક્ષાને રસ્તામાં ઉભી રખાવી હતી અને ફરિયાદી યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને “તને બોવ હવા છે. તુ રાતીદેવરી ગામે હનુમાન મંદીર પાસે ભેરો થા તને જોઇ લવ” તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ ભગાભાઈ, ભુપતભાઈ, હિતેશભાઈ, પાંચાભાઇ, જયેશભાઈ અને અનિલભાઈએ હનુમાન મંદિર પાસે યુવાન ઉપર પ્રાણ ઘાતક હથિયારો સાથે હુમલો કરી તેને ગાળો આપી હતી અને લાકડીના ધોકા વડે હાથે પગે અને શરીરને મારમાર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને મેઘાભાઈ, જીલાભાઇ, વિભાભાઈ અને છનાભાઈએ પાઇપ, તલવાર, ધોકા અને હાથમાં પહેરેલા કડા વડે મારમારીને શરીરે ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી ઇજા પામેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અટ્રોસીટી સહિતની કલમ હેઠળ કુલ 10 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીની વાવડી ચોકડી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી જુમાભાઇ સલેમાનભાઈ સુમરા (52) રહે. વનાળિયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 1,100 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News