મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 પતાપ્રેમી 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા


SHARE











હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમી પકડાયા

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2,250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના કડીયાણાથી માથક રોડ ઉપર રણછોડગઢ ગામની સીમમાં મામાદેવના મંદિર સામે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકતા આધારે ત્યાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શંકરભાઈ હીરાભાઈ ધામેચા (60), રાયધનભાઈ તળશીભાઇ દઢૈયા (35), વિષ્ણુભાઈ વિરમભાઈ દઢૈયા (20), શીવાભાઈ સુખાભાઈ સીણોજીયા (35) અને સંજયભાઈ લાભુભાઈ સુરેલા (29) રહે. બધા રણછોડગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,250 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

350 લિટર દેશી દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી શાક માર્કેટની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુદા જુદા બાચકામાં કુલ મળીને 350 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ગુલમામદ માણેક રહે. હાલ વીસીપરા મોરબી મૂળ રહે. શિકારપુર તાલુકો ભચાઉ વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News