વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર
માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર
માળીયા (મી) તાલુકામાં ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા વચેટીયા બાદ એસીબીની ટીમે માળીયા તાલુકાનાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
માળીયા (મી) તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાર દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જેથી કરીને અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીની ટીમે માળીયાની ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈ વતી લાંચની રકમ સ્વીકારતા ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ માંગનાર કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ કરી રહેલ એસીબીના પીઆઇ એ.સી. શર્માની ટીમ દ્વારા આરોપી કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર (27) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

